મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં વેચાણ સહ પ્રદર્શન માટેના જન્માષ્ટમી મેળો-૨૦૨૩ને જિલ્લા પંચાયત પ્રમુખે ખુલ્લો મૂક્યો


SHARE













મોરબીમાં વેચાણ સહ પ્રદર્શન માટેના જન્માષ્ટમી મેળો-૨૦૨૩ને જિલ્લા પંચાયત પ્રમુખે ખુલ્લો મૂક્યો

મોરબીના એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી મેળાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા તેમજ જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તાબા હેઠળનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે. જે અંતર્ગત મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓ જેવી કે, રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ તથા અવનવી વસ્તુઓના વેચાણ અર્થે જન્માષ્ટમી મેળો-૨૦૨૩મેળાનું આયોજન તા.૫/૦૯/૨૦૨૩ થી તા.૧૪/૦૯/૨૦૨૩ સુધી એલ.ઈ. કોલેજ મેદાન, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ મેળામાં ૬૦ મહિલા કારીગરોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો ચાલો આ દિન-૧૦ ના પ્રદર્શન સહ વેચાણ મેળામાં પરિવાર સાથે મુલાકાત લઈ કારીગર મહિલાઓને પ્રોત્સાહન આપીએ. આ મેળામાં અવનવી હસ્તકલા કારીગરીની અનેક ચીજવસ્તોઓના પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ જિલ્લા કલેકટર સાથે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારઘી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ સહિત અધિકારીઓ, અગ્રણી અને મોરબી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News