મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ


SHARE













મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ

મોરબી જીલ્લામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પ્રજાના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે જે તે વિભાગોમાં રજૂઆત કરતાં હોય છે પરંતુ ઘણી વખત સત્તાપક્ષ અને તેના સદસ્યના અંગત હિતને નુકશાન થતું હોય તેવું લાગે એટલે સત્તાનો દૂરઉપયોગ કરી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો વિરુદ્ધ પાયા વિહોણા આક્ષેપ કરીને ફરિયાદો નોંધાવે છે. અને સતા પક્ષના લોકો ખોટી ફરિયાદ નોંધાવે ત્યારે સતા પક્ષના દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવી જરૂરી છે. થોડા સમય પહેલા મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો પ્રજાના પ્રશ્નો હળવદ મુકામે જી.ઇ.બી. ને રજૂઆત કરતાં જી.ઇ.બી. ના કર્મચારીને હાથ્થો બનાવીને ફરિયાદ કરાવી હતી. તેવી જ રીતે હાલ મોરબી શહેરના કોંગ્રેસના આગેવાનને મોરબી નગર પાલિકાના કર્મચારી દ્વારા સફાઈ કર્મચારી પાસે મંગેલી લાંચ બાબતે ફરિયાદ કરતાં ભાજપના માજી મહિલા સદસ્ય દ્વારા ફરિયાદ નોંધાવેલ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની સામે કરવામાં આવેલ ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે કોંગ્રેસના આગેવાન દિનેશભાઇ પરમાર, મહેશભાઇ રાજ્યગુરુ, એલ.એમ. કંઝારીયા, રામભાઇ રબારી, કે.ડી. પડસુંબિયા, કરશનભાઇ ભરવાડ, ટીનાભાઇ સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા






Latest News