મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી શહેર, લાલપર, નારણકા, મોટાભેલા વિગેરે સ્થળે કાલે ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમી


SHARE













મોરબી શહેર, લાલપર, નારણકા, મોટાભેલા વિગેરે સ્થળે કાલે ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમી

મોરબીમાં સર્વ હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ભવ્ય શોભાયાત્રા તથા મટકી ફોડ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહેશે આવી જ રીતે મોરબીમાં એસ.એસ. ગૃપ બજાર લાઈન દ્વારા છેલ્લા ૧૩ વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નહેર ગેટની અંદર આવેલી બજાર લાઈનમાં બપોરના ૧૨ કલાકે મટકી ફોડ કરવામાં આવશે જે કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપ્યું છે

લાલપર

મોરબીના લાલપર ગામે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૭:૩૦ કલાકે રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળશે અને બપોરે ૧૨ કલાકે રામજી મંદિર ખાતે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંકેત અદ્રોજા અને આરૂષ અદ્રોજા કાનુડો બનીને મટકી ફોશે ત્યારે આ કાર્યક્રમમાં ગામના લોકોને આવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નારણકા

મોરબીના નારણકા ગામે જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૮ કલાકે શોભાયાત્રા તથા મટકી ફોડનું આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગામના લોકોને આવવા માટે નારણકા યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોટાભેલા

માળીયા મિયાણાના મોટાભેલા ગામે યુવક મંડળ દ્વારા ચાચર ચોકમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભાવિ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુરુવારના રોજ સવારે ૮ કલાકે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા ડી.જે.ના સથવારે નીકળશે ત્યારે બાદ મટકીફોડનો કાર્યક્રમ યોજાશે જેમાં ગામના લોકોને જોડાવા માટે યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News