મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમા આહીર સેના ગુજરાત દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમા આહીર સેના ગુજરાત દ્વારા કાર્યાલય ઉદ્ઘાટન તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભગવાન શ્રીકૃષ્ણ ના અધ્ન સ્થાને દ્રારકાધીશની સાક્ષીએ આહીર સેના ગુજરાત ના મોરબી જીલ્લા કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું હતું. આહીર સેના ગુજરાત ના મોરબી જીલ્લા પ્રમુખ આહીર ભરતભાઈ ડાવેરા તથા આહીર સેના ગુજરાતના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જાજાસર રામદેવપીર જગ્યાના મહત નાગરાજ બાપુ તથા બાલંભા જગ્યાના મહંત ભોલેદાસ બાપુ તથા અન્ય સંતો-મહંતો દ્વારા કાર્યાલય ખુલ્લુ મુક્વામાં આવ્યું હતું.

આહીર સેના ગુજરાતના કોરક્મીટીના મેમ્બર રામુભાઈ ગોજીયા, દિલિપભાઈ ચાવડા કેતનભાઈ વાણિયા, મહેભાઇ મકવાણા, મનોજભાઈ ચાવડા, મનવીરભાઈ ખાંડેખા તથા જીલ્લા પ્રમુખોમા જામનગર જીલ્લા આહીર સેના પ્રમુખ ગીરીશભાઈ ડેર, દ્વારકા જીલ્લા આહીર સેના પ્રમુખ દવુભાઈ વારોતરીયા રાજકોટ જીલ્લા આહીર સેના પ્રમુખ ભરતભાઈ કાનગડ, ક્ચ્છ-પૂર્વ આહીર સેના પ્રમુખ દિપકભાઈ કોઠીવાર કચ્છ-પશ્ચિમ આહીર સેના પ્રમુખ દાનાભાઈ આહીર તથા દરેક જીલ્લાની આહીર સેનાની ટીમો તથા આહીર સમાજના સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ નિવૃત આર્મી જવાનોનું સન્માન-સમારોહ અને ભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મોરબી જીલ્લા આહીર સેના દ્વારા આગામી સમયમાં અનેકવિધ એજન્ડાઓ ઉપર કાર્યો કરવાની રુપરેખા તૈયાર કરવામાં આવી જેમ કે શૈક્ષણિક વર્ગો, સાંસ્કૃતિક અને ભાતીગળ કાર્યક્રમો, નાના-મોટા મતભેદો દૂર કરી સામાજીક એકતા સ્થાપવાનું આહ્વાન કરવામા આવ્યું, જેને સમગ્ર આહીર સમાજે ઉત્સાહભેર વધાવી લીધો હતો.






Latest News