મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં સરદાર બાગ પાસે યુવાને પોતાની જાતે બ્લેડ વડે ગળા ઉપર ચેક માર્યા: ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE













મોરબીમાં સરદાર બાગ પાસે યુવાને પોતાની જાતે બ્લેડ વડે ગળા ઉપર ચેક માર્યા: ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ પાસે યુવાને પોતાની જાતે ગળાના ભાગ બ્લેડ વડે ચેક મારી લીધા હતા જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ લખતરના કેરાલી ગામના રહેવાસી કિશનભાઇ વિનુભાઈ પાટડિયા (૨૭) નામનો યુવાન મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે હતો ત્યારે ગાળાના ભાગે બ્લેડ વડે ચેકા મારી લીધા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હોય તેમની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને આ પગલું ભર્યું છે તેવું તેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવી રહ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

ફિનાઇલ પીધુ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રવિભાઈ રતિભાઈ પેથાણી (૩૨) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તે યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી અને તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે યુવાન ભૂલથી ફિનાઇલ પી ગયેલ છે તેવું તપાસમાં તેની પાસેથી જાણવા મળી રહ્યું છે 






Latest News