મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે


SHARE













મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ છે જેથી કરીને ખેડૂતોના પાકને બચાવી શકાય તે માટે નર્મદાની કેનાલો મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે તેવી જ રીતે મોરબી નજીકના સિંચાઈનું પાણી પૂરું પડતાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને આ કેનાલ મારફતે વરસાદ ન આવે તો તેના પાકને બચાવવા માટે બે પાણ પાણી આપવામાં આવશે

મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવે છે જે પૈકીના મચ્છુ-૧ મચ્છુ ડેમમચ્છુ-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કેચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં મેઘ મહેર થઈ હતી પરંતુ ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી વરસાદનું એક ટીપું પડ્યું નથી જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર કપાસ મગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે આ પાક બચાવવા મુશ્કેલ બની ગયા છે અને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેથી કરીને મચ્છુ-૨ ની કેનાલ મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને મચ્છુ-૨ ડેમમાંથી તા ૧૧ ના રોજ રાતના સમયથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેના થકી સિંચાઇ કરીને કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવીને તેના ખેતરમાં ઊભા પાકને બચાવી શકશે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૩૦૦ એમસીએફટી પાણી કેનાલમાં સિંચાઇ માટે છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વરસાદ ન આવે તો પણ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈ માટેનું બે પાણ પાણી મળી રહેશે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઇ માટે જે પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તેનાથી મોરબી તાલુકાનાં ૨૦ ગામના ખેડૂતોને લાભ થશે અને તેઓ પોતાના ખેતરોમાં ઊભા પાકને બચાવી શકશે






Latest News