મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે

મોરબી નજીક રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરે વર્ષોથી શ્રાવણી અમાસનો મેળો યોજાઇ છે ત્યારે આ વર્ષે જાબુડિયા ગ્રામ પંચાયત અને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા શ્રાવણી અમાસ નિમિતે રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તા. 14 અને 15 એમ બે દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાને  "શિવતરંગ" નામ આપવામાં આવ્યું છે. અને તે મેળાને માજી સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાશે ત્યારે સાંસદ મોહન કુંડારિયા કુડારિયા અને વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, દુલર્ભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમણી, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, ભાજપના અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિતના હાજર રહેશે તેવું યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ છે અત્રે ઉલેખનીય છે કે, રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે અમાસના દિવસે પિતૃતર્પણનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવે છે 






Latest News