મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસેથી શંકાસ્પદ બાઇક સાથે મળેલ શખ્સ પાસે રહેલ બાઇક ચોરાઉ હોવાનું ખૂલ્યું


SHARE













મોરબીના બેલા પાસેથી શંકાસ્પદ બાઇક સાથે મળેલ શખ્સ પાસે રહેલ બાઇક ચોરાઉ હોવાનું ખૂલ્યું

મોરબી તાલુકા પોલીસે શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સને પકડાયો હતો જેની તપાસ દરમ્યાન તેની પાસેથી મળી આવેલ બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતી જેથી મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા યુવાને હાલમાં બાઈક ચોરીની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી ખાતે રામદેવપીરના મંદિર પાસે રહેતા હનીફભાઈ હુસેનભાઇ સોલંકી જાતે ઘાંચી (૪૫)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તમે જણાવ્યુ છે કે, તેનું બાઇક નંબર જીજે ૩૬ કે ૩૩૬૪ લઈને તેનો ભાણેજ મોરબી શહેરમાં આવ્યો હતો અને નગર દરવાજા ચોકની બાજુમાં આવેલ નાસ્તા ગલીમાં તે તેના મિત્રો સાથે ગયો હતો ત્યારે ત્યાં તેને બાઈકને લોક કરીને પાર્ક કર્યું હતું જો કે તે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ૨૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હનીફભાઈ સોલંકી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના બેલા પાસેથી આ ચોરાઉ બાઇક લઈને બે દિવસ પહેલા કાલૂ જાલમસિંગ દેવધા જાતે ભીલ આદિવાસી (૨૪) રહે, ધર્મ મંગલ સોસાયટી, મકનસર વાળાને શંકાસ્પદ હાલતમાં પકડાયો હતો ત્યાર બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીનો ગુનો નોંધાયેલ છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા ભાવનાબેન સુનિલભાઈ વરાણીયા અને સુનિલભાઈ ભગવાનજીભાઈ વરાણીયાને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા કરી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રામજીભાઈ તુલભાઈ દેવીપુજકને મારામારીના બનાવવામાં ઈજા થતી હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનવાની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારી

મોરબી નજીકના નાગડાવાસ ગામે રહેતા જીતેશભાઈ ભવનભાઈ ધ્રાંગા (૪૩)ને હકાભાઇ તથા બાબુભાઈ વિગેરેએ માર માર્યો હતો જેથી કરીને મોઢા અને માથાના ભાગે ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.બી.પરમાર ચલાવી રહ્યા છે






Latest News