મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી લીલાપર રોડ ખડીયાવાસમાં ઘરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા


SHARE













મોરબી લીલાપર રોડ ખડીયાવાસમાં ઘરમાં જુગાર રમતા સાત જુગારી પકડાયા

મોરબી લીલાપર રોડ ખડીયાવાસમાં રહેતા શખ્સનાં ઘરે જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ઘરધણી સહિત સાત જુગારી મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે રૂા.૭૪,૬૮૦ ની રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી એ ડિવિઝન પીઆઇ તેમજ પોલીસની ટીમ નાઇટ પેટ્રોલીગમાં હતી ત્યારે પીઆઇ એચ.એ.જાડેજાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી લીલાપર રોડ ખડીયાવાસમાં રહેતા ઉમેદભા મનુભાઇ બાવડાના ઘરમાં જુગાર રમે છે જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.ત્યારે જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા.જેમાં ઘરધણી ઉમેદભા મનુભાઇ બાવડા જાતે ગઢવી (૩૬) રહે.ખડીયાવાસ, ભારૂભા લાલુભા બાવડા જાતે ગઢવી (૪૫) રહે.રામવિજય સોસાયટી લીલાપર રોડ, દેવદાનભાઇ આયદાનભાઇ કુંભારવાડીયા જાતે બોરીચા (૪૩) રહે.ખડીયાવાસ, ભાવેશભાઇ જીવાભાઇ મારૂ જાતે ગઢવી (૫૦) રહે.કુબેરનગર નવલખી રોડ જુના જીનની પાછળ, દેવરાજભાઇ બાબુભાઇ છુછીયા જાતે રજપૂત (૨૫) રહે.ખડીયાવાસ, વિક્રમભાઇ ભુપતભાઇ કાતળ જાતે બોરિચા (૩૪) રહે.પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટી અને પ્રવીણભાઇ લાલજીભાઇ ગુડારીયા જાતે કોળી (૨૮) રહે.ખડીયાવાસ લીલપર રોડ મોરબી વાળાનો સમાવેશ થાય છે આ જુગારીઓ પાસેથી પોલીસે રોકડા રૂા.૭૪,૬૮૦ કબ્જે કર્યા હતા અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.રેડની કામગીરી પીઆઈની સુચનાથી રાજદીપસિંહ રાણા, કિશોરભાઈ મિયાત્રા, ચકુભાઈ કલોતરા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, સિદ્ધરાજસિંહ જાડેજા, તેજાભાઈ ગરચર અને અરજણભાઈ ગરીયા દ્વારા કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના નસીતપર ગામે રમતા રમતા ઇલેક્ટ્રીક વાયરને અડી જવાથી શોર્ટ લાગતા સાહિલ વકારભાઈ શેખ નામના આઠ વર્ષના બાળકને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

સગીર સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા રાજુ બીજલભાઇ મોહનિયા નામના ૧૫ વર્ષના સગીરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવેલી હોય હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને બનાવ ટંકારા પોલીસ મથક વિસ્તારનો હોવાથી આ બનાવ સંદર્ભે ત્યાં જાણ કરવામાં આવી હતી.






Latest News