મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્દ્રિય માહિતી-પ્રસારણ મંત્રાલય ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શની: ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે


SHARE













મોરબીમાં કેન્દ્રિય માહિતી-પ્રસારણ મંત્રાલય ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શની: ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ફિલ્ડ ઓફીસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ભારત સરકારનાં નવ વર્ષનાં સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ અંગે તારીખ ૧૪ થી ૧૬ સવારે ૧૦ થી સાંજે ૫  વાગ્યા સુધી ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રદર્શનમાં ભારત સરકારનાં નવ વર્ષનાં સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ સહિત  વિવિધ સ્પર્ધાઓનું  આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબીની જાહેર જનતાને કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ભુજના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકેરાજકોટ – મોરબી હાઇવેરામદેવપીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ-ટંકારાખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. અને ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુકનોનમેટ્રીક / એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએતેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોશાળા છોડ્યાનું પ્રમાણપત્રપાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફબાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળેનિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે






Latest News