મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી ૨૭ કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પંચાયતમાં વિપક્ષને બેસવા માટે ચેમ્બર કેમ નહીં ?: સામાન્ય સભામાં બઘડાટી


SHARE







મોરબી ૨૭ કરોડના ખર્ચે બનેલ નવી જિલ્લા પંચાયતમાં વિપક્ષને બેસવા માટે ચેમ્બર કેમ નહીં ?: સામાન્ય સભામાં બઘડાટી

મોરબી જિલ્લા પંચાયતમાં આજે ઇન્ચાર્જ પ્રમુખે ખાસ સામાન્ય સભા બોલાવી હતી જેમાં પ્રમુખ માટે બંગલો અને ગાડીનો એજન્ડા પ્રમુખ સાથેથી મૂકવામાં આવ્યો હતો ત્યારે વિપક્ષ વીફર્યો હતો કેમ કે, મોરબી જિલ્લામાં પ્રજાના મત સાથે ૧૦ કોંગ્રેસનાં સભ્યો ચૂંટાયેલા છે તો પણ વિપક્ષના નેતા સહિત તેના ૧૦ સભ્યોને બેસવા માટે ૨૭ કરોડના ખર્ચે બનેલી નવી જિલ્લા પંચાયતમાં એક રમ આપવામાં આવેલ નથી જેથી વિપક્ષ સામાન્ય સભામાં બઘડાટી બોલાવી હતી ત્યારે આગામી મિટિંગમાં વિપક્ષ માટેની બેઠક વ્યવસ્થાનો નિર્ણય કરવાનું પ્રમુખે જણાવ્યુ છે

મોરબી જિલ્લા પંચાયતમાં હાલમાં ભાજપ સત્તા ઉપર છે અને ઇન્ચાર્જ પ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઇ કૈલાના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ તો જૂની બેઠકની કામગીરીને બહાલી આપવામાં આવી હતી અને બાદમાં પ્રશ્નોતરી ખાસ સામાન્ય સભા હોવાથી રાખવામા આવી ન હતી અને પ્રમુખ સ્થાનેથી કેટલાક એજન્ડા મૂકવામાં આવ્યા હતા જેમાં તલાટીઓની હાજરી બાયો મેટ્રિક કરવાની, પ્રમુખના બંગલા માટે રિનોવેશનના ૨૫ લાખ રૂપિયા અને નવી કાર લેવા માટેનો એજન્ડા મૂકવામાં આવ્યો હતો જેથી કરીને બેઠકમાં હજાર રહેલા વિપક્ષના નેતા નયનભાઇ આઘારા સહિતના સભ્યો દ્વારા સભમાં બઘડાટી બોલાવી દેવામાં આવી હતી

મોરબી જિલ્લા પંચાયતમાં નવી બોડી આવી ત્યારથી વિપક્ષના નેતા અને સભ્યોને બેસવા માટે જિલ્લા પંચાયત ઓફિસમાં જગ્યા આપવામાં આવી નથી જેથી કરીને પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં પણ તેની સાથે અન્યાય કરવામાં આવતો હોવાથી તાત્કાલિક ચેમ્બર આપવા માટેની માંગ કરી હતી જો કે, રેગ્યુલર પ્રમુખ હજાર ન હોવાથી આગામી સભામાં વિપક્ષને બેસવા માટેની વ્યવસ્થાનો નિર્ણય કરવામાં આવશે તેવું ઇનચાર્જ પ્રમુખ હાલમાં વિપક્ષના સભ્યોને કહ્યું છે જેથી મામલો હાલમાં થાળે પડ્યો છે જો કે, હવે નિર્ણય નહિ કરવામાં આવે તો આગામી સમયમાં વિપક્ષ દ્વારા નવતર વિરોધ કરવામા આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે 






Latest News