મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સહાય અપાશે


SHARE









મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સહાય અપાશે


મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેલીઝ/ મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સરકારશ્રીના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર વેલાવાળા શાકભાજી જેવા કે ટામેટા, ૫રવળ, દૂધી, કારેલા, ગલકા, તુરીયા, કંકોડા, ટીંડોળા, મરચા વગેરે પાકોને ટેકો આ૫વા પાકા સિમેન્ટના અને લોખંડના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી  પાકા સ્ટ્રકચર બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૧,૬૦,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૮૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે તથા બોર્ડર ઉપર સીમેન્ટ/લોખંડના ટેકા તથા વચ્ચે લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી અર્ધ પાકા મંડપ બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૮૦,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૪૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી કાચા મંડપ માટે પ્રતિ હેક્ટર ૫૨,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૨૬,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય આપી શકાશે.

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૨,૭,૩૩ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.




Latest News