મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે દારૂની બે રેડ: ૪૮ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE













મોરબીના પીપળી રોડે દારૂની બે રેડ: ૪૮ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા, એકની શોધખોળ

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ પ્રભુ કૃપા રેસીડેન્સી પાસે જાડી જાખરામાં અને પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક સોસાયટીમાં પોલીસે દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૪૮ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે જો કેએકની શોધખોળ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ ઉપર પ્રભુ કૃપા રેસીડેન્સીની પાસે જાળી જાખરા વચ્ચે દારૂનો જથ્થો હોવા અંગેની બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની ૩૧ બોટલ મળી આવતા પોલીસે ૨૫,૩૫૦ ની કિંમતનો દારૂ કબજે કરીને રસિકકુમાર કાનજીભાઈ રાણીપા જાતે પટેલ (૩૬) રહે. રવાપર ઘુનડા રોડ ઉમિયા નગર સોસાયટી મોરબી મૂળ રહે. વાઘગઢ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે મોરબી નજીકના પીપળી ગામની સીમમાં આવેલ શિવ પાર્ક-૨ સોસાયટીમાં રહેતા વિજયભાઈ ઉર્ફે કારો ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી દારૂની ૧૭ બોટલ મળી આવતા પોલીસે ૬૮૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિજયભાઈ ઉર્ફે કારો મનહરભાઈ હમીરપરા જાતે કોળી (૨૪) રહે શિવ પાર્ક-૨ સોસાયટી પીપળી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તેને પંકજભાઈ રહે. થાન વાળાએ આપ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા તેની સામે પણ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા નાગજીભાઈ ગોવિંદભાઈ પરમાર (૫૭) નામના વૃદ્ધ બાઈક લઈને મોરબીના વીસી ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે ફાટક પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News