ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા


SHARE













મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેને કૌટુંબિક કાકા ગાળો બોલતા હતા જેથી તેને ગાળો બોલવાની યુવાને ના પાડી હતી અને તે બાબતે બંને વચ્ચે ઉગ્ર ચાલી થઈ હતી અને ત્યારબાદ યુવાનને તેના કૌટુંબીક કાકાએ છરીના પેટ અને કમરના ભાગે ઘા માર્યા હતા જેથી ગંભીર ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હોય આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકાના વનળીયા ગામે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ (28) નામના યુવાનને ગતરાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેના કૌટુંબી કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડએ પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી મહેશભાઈને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલુ છે.

વધુમાં પોલીસ કર્મચારી ગિરીશભાઈ મારૂણીયા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહેશ રાઠોડ તેના ઘર પાસે હતો ત્યારે ત્યાં તેના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ નસાની હાલતમાં ગાળો બોલતા હતા જેથી કરીને મહેશભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જેથી તે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ સુરેશભાઈ ઘરમાં જઈને છરી લઈને બહાર આવ્યા હતા અને મહેશ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને પેટ તેમજ કમરના ભાગે જીવલેણ ઘા માર્યા હતા જેથી ગંભીર ઈજા પામેલા મહેશનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી પોલીસની હાથ વેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.






Latest News