મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની શાળાકીય રમતોમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલનો દબદબો


SHARE













મોરબી જિલ્લા કક્ષાની શાળાકીય રમતોમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલનો દબદબો

મોરબીમાં સર્વોપરી કોલેજ એન્ડ સ્કૂલે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મોરબી જિલ્લા માટે નેશનલ સ્કૂલ ગેમ્સ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના પાંચ તાલુકાના ૨૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીના ૬ ખેલાડીઓએ ૭ ઈવેન્ટમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરીને રાજ્યકક્ષા માટે ક્વોલિફાય કર્યું છે જેમાં રાઘવએ અંડર-૧૪ માં ૧૦૦ મીટર અને ૧૧૦ મીટર હર્ડલ્સ રેસમાં પ્રથમ સ્થાન, અંડર-૧૭ માં ભાલા ફેંકમાં મયંકએ પ્રથમ સ્થાન, અંડર-૧૪ માં ૨૦૦ મીટરમાં જીતેન્દ્ર ચૌધરીએ દ્વિતીય સ્થાન, અંડર-૧૪ માં ૧૧૦ મીટર હર્ડલ્સ રેસમાં દ્વિતીય સ્થાન, અંડર-૧૭ માં ૧૧૦ મીટર હર્ડલ્સ દોડમાં કાંધલ જાપડાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. અતુલ સિંહે અંડર-૧૭ માં ૨૦૦ મીટર દોડમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું આ તમામ ખેલાડીઓ હવે ગોધરામાં યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ અભૂતપૂર્વ સફળતા બાદ દિલ્હી પબ્લિક સ્કૂલના મુખ્ય કોચ અલી ખાને તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા






Latest News