મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત એ.કે. કોમ્યુનિટી હોલ કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીમાં સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત એ.કે. કોમ્યુનિટી હોલ કાર્યક્રમ યોજાશે

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત મહીલા સ્વાલંબન અનુલક્ષી એક મહિલા કાર્યક્રમનું આયોજન રાખેલ છે અને આગામી તા ૧૭ ના રોજ સવારે ૧૦ થી ૧૧ મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં આવેલ એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં ભાર્ગવીબેન ભટ્ટ (સ્વાવલંબી ભારત અભિયાન પ્રાંત સંયોજક) તથા વનિતાબેન રાઠોડ (સ્વદેશી જાગરણ મંચ) માર્ગદર્શન આપશે

આ બંને બહેનોનો વિશિષ્ટ પરિચય આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, રાઠોડ વનિતા (BBA, M.Com, B. Ed) naturopathic doctor.. સંગીત વિશારદના ૫ માં  વર્ષ અભ્યાસ ચાલુ આચાર્યા વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩, રાજકોટ અને (HTAT આચાર્ય) ૧૯ વર્ષ વિશિષ્ટ કાર્ય પર્યાવરણ માવજત, સમાજસેવિકા તથા લેખિકા, શોર્ટ ફિલ્મ નિર્માણ, રેડિયો પર બાળ નાટકો રચવા વિગેરે કામ કરેલ છે અને તેમને વર્ષ ૨૦૨૧ માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક  પુરસ્કાર  માટે પસંદગી થઈ જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સી અરબિંદો સોસાયટી ન્યૂ દિલ્હી દ્વારા ૨૦૧૯ માં નેશનલ  ઈનોવેટિવ ટીચર નો એવોર્ડ mhrd મિનિસ્ટર રમેશ પોખરીયાલજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે તેમજ ૨૦૨૦ ના રાજ્ય પારિતોષિકમાં ગુજરાત સરકારના શ્રેષ્ઠ h-tat આચાર્યનું રાજ્ય કક્ષાનો એવોર્ડ રાજ્યપાલ દેવવ્રતચાર્યના હાથે ના હસ્તે પ્રાપ્ત થયું છે પુણ્ય શોર્ટફિલ્મ માટે ૨૦૧૮ માં નેશનલ સન્માન પ્રાપ્ત થયું હતું આ ઉપરાંત લેખિકા તરીકે ગાંધીનગર સાહિત્ય અકાદમી દ્વારા સન્માન મેળવ્યું છે રાજકોટ જિલ્લા કક્ષાએ હાલમાં સુષ્માસ્વરાજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આમ ૫ નેશનલ એવોર્ડ, ૧૫ રાજ્યકક્ષાના એવોર્ડ તથા ૧૧૦ થી વધુ વખત સ્થાનિક સન્માન મળેલ છે તો ભાર્ગવી ઉપાધ્યાય ભટ્ટએ બી.એ  એલએલબી એલ.એલ.એમ. બીજેએમસીનો અભ્યાસ કરેલ છે અને તેઓ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે હાલ સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી છે તેમજ સ્વાવલંબી ભારત અભિયાનમાં સૌરાષ્ટ્ર પ્રાંતની સહ સમન્વયક જવાબદારી છે






Latest News