દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનારા આરોપીની ધરપકડ

સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલ યુવતીને હવસનો શિકાર બનાવવામાં આવી હતી.જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધીને યુવતીને ગર્ભવતી બનાવી દેનારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.આ ગુનામાં હાલમાં તાલુકા પોલીસની ટીમે આરોપીને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી સોશ્યલ મીડિયાની માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી અને તે યુવતી સાથે મિત્રતા બનાવીને કાનો ભુપતભાઇ કોળી નામના શખ્સે યુવતીને મળવા માટે બોલાવી હતી.ત્યાર બાદ તે શખ્સે યુવતીના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપીને તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને યુવતી કોઈને આ અંગેની જાણ ન કરે તેના માટે ધમકી આપી હતી.દરમ્યાનમાં યુવતી ગર્ભવતી હોવાનુ સામે આવ્યું હતું.જેથી દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો અને યુવતીને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવતા ભોગ બનેલ યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને કાના ભુપતભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા અને તેઓની ટીમે આ ગુનામાં સંડોવાયેલ જયકિશન ઉર્ફે કાનો ભુપતભાઇ સરવૈયા જાતે કોળી (ઉમર ૨૧) ની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

છેતરપિંડીના ગુનામાં ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ચીટીંગ (છેતરપીંડી) ના ગુનામાં અગાઉ એક ઈસમની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે તે ગુનામાં સંડોવાયેલ વિશાલ રાજેન્દ્રભાઈ દોશી જાતે જૈન (ઉમર ૩૫) રહે.ભવાની ચોક લખધીરવાસ મોરબી વાળો આગોતરા જામીન સાથે રજૂ થતા નિયમ અનુસાર તેની ધરપકડ કરવામાં આવી હતી અને આગોતરા જામીન હોય કોર્ટ હુકમ મુજબ તેની જરૂરી પુછપરછ કરીને તેને જામીન મુક્ત કરવામાં આવ્યો હતો.હાલમાં તપાસ અધિકારી ભગવાનભાઈ ખટાણા પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ગુનામાં હજુ જે બેન્ક એકાઉન્ટમાં પૈસા મંગાવવામાં આવ્યા હતા તે બેન્ક એકાઉન્ટ ધારક તથા જે મોબાઈલ ફોન વડે ફોન કરીને પૈસાનું ચીટીંગ કરવામાં આવ્યું હતું તે બંને ઈસમોને પકડવા માટે આગળની તજવીજ ચાલુ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી નરેશભાઈ દેવકરણભાઈ ઝિંઝુવાડીયા નામના ૪૦ વર્ષીય મહેન્દ્રનગર ગામે સમર્પણ હોસ્પિટલ પાછળના ભાગે રહેતા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો બનાવ સંદર્ભે હાલમાં વી.કે.ચાવડા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે






Latest News