ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ચોકડી પાસે બે બાઇક અથડાયા : બંને ઇજાગ્રસ્ત યુવાનોને રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીની લખધીરપુર ચોકડી પાસે બે બાઇક અથડાયા : બંને ઇજાગ્રસ્ત યુવાનોને રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ તરફ જવાના રસ્તે લખધીરપુર રોડના નાકા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બે બાઈક સામસામા અથડાવાના બનેલ બનાવમાં બંને ઇજાગ્રસ્તોને મોરબીની સિવિલ ખાતે અને ત્યાંથી બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર ચોકડી પાસે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બે બાઈક સામસામા અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં પ્રશાંત વિનોદભાઈ ગોઠી જાતે પટેલ (ઉમર ૩૫) રહે.નાની કેનાલ રોડ મોરબી તેમજ મોરબી તાલુકાના કાલિકાનગર ગામે રહેતા જયંતીભાઈ દેવશીભાઈ ચૈતન્ય (ઉંમર ૪૦) ને ઇજાઓ પહોંચતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં તે બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ બંનેની હાલત વધુ નાજુક જણાતા બંનેને રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે બનાવના પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતના બનાવમાં ઈજા

મોરબીના ઘુંટુ ગામે હરિઓમ પાર્ક વિસ્તારમાં રહેતો નિલેશગીરી ભરતગીરી ગોસ્વામી નામનો ૨૭ વર્ષનો યુવાન મહેન્દ્રનગર બાજુથી મોરબી તરફ આવતો હતો તે સમયે માળિયા ફાટક નજીક તેના બાઇકની આડે અચાનક કુતરૂ આડુ આવી જતા સર્જાયેલા અકસ્માત બનાવમાં નિલેશગીરીને ઇજાઓ પહોંચી હતી જેથી તેને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના વીસીપરા વિસ્તાર પાછળ આવેલ અમરેલી ગામના પાટીયા નજીક કંડલા હાઇવે ઉપર બન્યો હતો.જેમાં કંડલા બાયપાસ ઉપર અમરેલી ગામના પાટીયા પાસે સર્જાયેલ વાહન અકસ્માતમાં ઈજા થવાથી પ્રદ્યુમનભાઈ વીરસંગભાઈ યાદવ (ઉમર ૨૧) અને યશ અશોકકુમાર કુશ્વાહ (ઉંમર ૨૧) રહે.બંને અમરેલી પાસે વાય.એચ.પ્રાઇવેટ લિમિટેડ વાળાઓને ઇજાઓ થતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે આવેલા વેલનાથ પરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવવામાં બીજાઓ થવાથી શિલ્પાબેન વિશાલભાઈ સિહોરા 25 વિનોદભાઈ શામજીભાઈ સિહોરા ઉમર 20 અને જશુબેન જેસાભાઈ સાલાણી ઉમર 25 ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે બનાવવાની હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા તાલુકા પોલીસ મે તકના તે બીજ વિસ્તારના જમાદાર એમ જે કાગડા દ્વારા જે તે સમયે તપાસ કરવામાં આવી હતી.




Latest News