હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી ઘર અને પાણીના કુંડા નું નિશુલ્ક વિતરણ કરાયુ મોરબીમાં 250 થી વધુ મકાનોનું ડિમોલેશન તાત્કાલિક રોકવા કોંગ્રેસ-સ્થાનિક લોકોની માંગ મોરબી મહાનગરપાલિકાના ફાયર કાફલામાં મિની ફાયર ટેન્ડરનો ઉમેરો થયો ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે મોરબીના શનાળા ગામે મુકાયેલા નવા સ્પીડ બ્રેકરના વિરોધમાં ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મોરબી મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો: અરજદારોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે કોરોના વેરીયર્સ સન્માન સમારોહ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના લાલપર ગામે કોરોના વેરીયર્સ સન્માન સમારોહ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મોરબીના લાલપર ગામે યુવા ગ્રુપલાલપર સોશ્યલ ગ્રુપ- મોરબી દ્વારા લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ફરજ બજાવતા ૨૮ આરોગ્ય અધિકારી જેઓએ કોરોના કાળમા પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વિના નિષ્ઠાપુર્વક ની ફરજ બજાવી અનેક લોકોને સારવાર આપી અને અત્યારે રસીકરણ અભિયાનને સફળ બનાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે તેવા કર્મશીલ આરોગ્ય કર્મીનુ શીલ્ડ દ્વારા સન્માન કરાયું હતું અને લાલપર પીએચસીમા જ સેવા બજાવતા કેરોનાનો ભોગ બની અવસાન પામેલા શહીદવીર જગદિશભાઇ કૈલા (પીએચસી સુપર વાઇઝર) તેમજ આશા વર્કર ગીતાબેન અધારાના પુત્રી અને પુત્ર સન્માન સ્વીકારવા આવતા વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું આ કાર્યક્રમમા ઉપસિ્થત તમામ લોકોએ ઉભા થઇ બન્ને સદગત આત્માને શ્રધાજંલી પાઠવી અને પરિવાર જનોને સાંત્વના પાઠવી હતી

ત્યાર બાદ લાલપર ગ્રામ પંચાયત દ્વારા સરકારની યોજના માથી તેમજ સ્વભંડોળમાથી હાથ ધરાયેલા વિવિધ ૧.૪૭ કરોડના કામોનુ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયાપુર્વ ઘારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઇ ટમારીયાકારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડશુંબીયા,બાંધકામ સમિતિ ચેરમેન અજય ભાઇ લોરીયા, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ ચાવડાકારોબારી ચેરમેન રાકેશ કાવરચેરમેન ગોરધનભાઇ સોલંકી,પુર્વ પ્રમુખ ધનજીભાઇ દંતાલીયાચેરમેન જેઠાભાઇ પારેઘી,બચુભાઇ ગરચર, યુવા ભાજપ પ્રમુખ નિતેષ બાવરવાઆનંદ અગોલા, લાલપરના વતની સિરામિક એશોસિયનના પ્રમુખ નિલેશ જેતપરીયાપુર્વ નગર પાલીકા પ્રમુખ કેતન વિલપરાસરપંચ શ્રીમતિ શારદાબેન રમેશભાઇ વાસદડીયાઆરોગ્ય વિભાગના આરસીએચઓ વિપુલ કારોલીયા, ડો. કોટડીયાડો. રંગપરીયા, ડો. હીરેન વાસદડીયા તથા લાલપર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી બોરસણીયાપ્રાથમિક શાળાના આચાર્ય કૈલાશભાઇલાલપર ગ્રામ પંચાયત સભ્યોની ઉપસ્થિતીમા લોકાર્પણ કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમનુ સંકલન લાલપરના પુર્વ સંરપંચ અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ કર્યુ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ગ્રુપ તથા કમલેશભાઇમુકેશભાઇહરીભાઇબીપીનભાઇ, વિપુલભાઇવિરલભાઇ, કિશોરભાઇએ જહેમત ઉઠાવી હતી






Latest News