આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ મારમારી-લૂંટના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE













મોરબી નજીક થયેલ મારમારી-લૂંટના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે જૂની અદાવતમાં મારામારીનો બનાવ બનેલ હતો અને યુવાન ઉપર હુમલો કરીને આઠ શખ્સો દ્વારા માર મારીને લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી આ ગુનામાં હાલમાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના રફાળેશ્વર ગામે ઠાકર મંદિરની બાજુમાં રહેતા અને મંડપ સર્વિસના ધંધાર્થી ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા, અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા, અશોકભાઇ દલાભાઇ રાઠોડ, મુકેશભાઇ ઝાલા તેમજ બે અજાણ્યા માણસો સામે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, અગાઉ થયેલા ઝઘડાનો કેસ ચાલી રહ્યો છે. અને ફરીયાદીને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ થતું હોય છે જે આરોપીઓને નહી ગમતા ફરિયાદી આરોપીના ઘર પાસેથી નીકળતા જાનથી મારી નાખવાના ઇરાદે લાકડાના ધોકા વડે માર માર્યો હતો ત્યાર બાદ ઘરે આવીને દક્ષાબેનને માર માર્યો હતો અને ફરિયાદીના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ હથીયાર તાકી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગજેન્દ્રના ખીસ્સામાંથી ૧૩૦૦૦ ની લુંટ કરી હતી અને એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે અગાઉ આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા અને મુકેશભાઇ મંગાભાઇ ઝાલાની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે આરોપી અશોકભાઇ દલાભાઇ રાઠોડ (૩૮) અને અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ (૨૮) રહે. બંને રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે

બાઇક સ્લીપ
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી મોરબીની ઉમિયા સોસાયટી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રવિન્દ્રભાઈ દિગમભાઈ સિરપાઠ (૩૫) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ કારણસર અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા રમેશભાઈ ભલાભાઇ કોળી (૨૩) નામનો યુવાન ટંકારા તાલુકાના સજનપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની એ ડિવિઝન મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે






Latest News