યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢમાં ઘર પાસે ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત


SHARE







વાંકાનેરના વિનયગઢમાં ઘર પાસે ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા પરિવારનીની દીકરી તેના ઘર પાસે રમતી હતી ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને અસર થઈ હોવાથી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તે દીકરીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભાવેશભાઈ મકવાણાની ૧૩ વર્ષની દીકરી કિંજલબેન પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને ઝેરી અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા તેને જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવ નોંધા કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના વાવડી ગામ પાસે આવેલ સંત કબીર સોસાયટીમાં સંજુબા સ્કૂલ પાસે રહેતા અગ્રાવત જય બજરંગદાસ (૧૯) નામના યુવાનને નાયરાના પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News