હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં કોઇની સાથે પ્રેમ સબંધ હોય મોડી રાત સુધી ફોનમાં વાત કરતી ભત્રીજી પાસેથી ફુવાએ મોબાઈલ લઈ લેતા જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીમાં કોઇની સાથે પ્રેમ સબંધ હોય મોડી રાત સુધી ફોનમાં વાત કરતી ભત્રીજી પાસેથી ફુવાએ મોબાઈલ લઈ લેતા જીવન ટૂંકાવ્યું

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડિયા ગામ પાસે સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની યુવતીને કોઈ સાથે પ્રેમ સંબંધ હોય મોબાઈલ ફોન ઉપર સતત વાતો કરતી હતી જેથી કરીને તેની પાસેથી તેનો મોબાઇલ તેના ફુવાએ લઈ લીધો હતો અને તેના પિતાને આ અંગેની જાણ કરી હતી જેથી કરીને તે યુવતીને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ પાસે કોમેન્ટ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પૂજાબેન નાજુભાઈ નીનામા (૧૯) નામની યુવતીએ લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તાનસિંગભાઈ સુખાભાઈ ભાભોર મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાપડીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવતીને કોઈ સાથે પ્રેમ સંબંધ હોય તે ફોન ઉપર મોડી રાત સુધી વાતો કરતી હતી જેથી કરીને તેનો મોબાઈલ ફોન તેના ફુવાએ લઈ લીધો હતો અને યુવતીના માતા-પિતા તેઓના વતનમાં ગયા હોય તેને આ અંગેની તેના દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી કરીને યુવતીને માતા પિતા તેને લેવા માટે આવવાના હતા દરમિયાન આ યુવતીએ અંતિમ પગલું ભરી લીધેલ છે તેવું તેઓના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News