મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડામાં રહેતા યુવાને સોશિયલ મીડિયા હથિયાર સાથે ફોટો અપલોડ કરતાં બેની ધરપકડ


SHARE













વાંકાનેરના રાતાવિરડામાં રહેતા યુવાને સોશિયલ મીડિયા હથિયાર સાથે ફોટો અપલોડ કરતાં બેની ધરપકડ

વાંકાનેર નજીકના રાતાવિરડા ગામે રહેતા યુવાને પોતાની પાસે લાયસન્સ કે પરવાનો ન હોવા છતાં પણ બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના વ્હોટ્સએપ અને ફેસબુક આઈડી ઉપર અપલોડ કર્યો હતો જેથી કરીને એસઓજીની ટીમે ફોટો અપલોડ કરનાર તથા ફોટો પાડવા માટે તેને હથિયાર આપનાર બંને આરોપીની ધરપકડ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા ગેરકાયદે હથિયાર પકડવા માટે તથા લાયસન્સ કે પરવાના ન હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ગામે રહેતા બાબુભાઈ ચોથાભાઈ પાંચિયા જાતે ભરવાડએ પોતાના વ્હોટ્સએપ અને ફેસબુક આઈડી ઉપર બાર બોરના હથિયાર સાથેનો ફોટો મૂક્યો હતો જેથી તેની તપાસ કરવામાં આવતા તેની પાસે હથિયારનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પણ સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને હથિયાર સાથેનો ફોટો તેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા બાબુભાઈ ચોથાભાઈ પાંચિયા જાતે ભરવાડ (૨૯) અને અરજણભાઈ હિન્દુભાઈ પાંચિયા જાતે ભરવાડ (૬૧) રહે. બંને રાતાવિરડા વાળાની ધરપકડ કરીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

વરલી જુગાર

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં પંચમુખી મહાદેવ મંદિર પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ મકાભાઇ ગોહિલ જાતે કોળી (૩૫) રહે. પંચમુખી ઢોરા વિસ્તાર હળવદ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૪૨૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News