મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE













હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતી મહિલા વાડીએ કોઈ અસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે હળવદ તાલુકો પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતા નીતાબેન નવઘણભાઈ દલસાણીયા (૩૭) નામની મહિલાએ પોતે વાડી વિસ્તારમાં હતી ત્યારે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન નીતાબેન દલસાણીયાનું મોત નીપજયું છે જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે હળવદ તાલુક પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે જોકે, મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે

માર માર્યો

વાંકાનેર તાલુકાના જામસર ગામે ભવનભાઈ વાસુભાઈ સેઢાલીયા (૩૫) નામના યુવાનને ગુણાભાઈએ ઝઘડો કરીને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધાઓને ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીમાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શારદાબેન ડાયાભાઈ પટેલ (૬૫) અને રૂક્ષ્મણીબેન બચુભાઈ કૈલા (૮૦) નામના બે વૃદ્ધાઓને ઈજા થઈ હતી જેથી બંને વૃદ્ધાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ સબળસિંહ ચલાવી રહયા છે 






Latest News