મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં ખાટલા ઉપર બેસવાની બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્રને માર માર્યો


SHARE













મોરબીના બેલા નજીક કારખાનામાં ખાટલા ઉપર બેસવાની બાબતે બોલાચાલી બાદ પિતા-પુત્રને માર માર્યો

મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલા કારખાનામાં ખાટલા ઉપર બેસવાની બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પિતા પુત્રને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા પિતા પુત્રને વધુ સારવાર માટે રાજકોટ લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર કોસીના સિરામિકની પાછળના ભાગમાં આવેલ એસટીકા સિરામિકમાં રહેતા અને મજૂરી કામ કરતા શિવાજીભાઈ ભગીરથભાઈ રાણા (૬૫) અને પંકજ ઉર્ફે પીન્ટુભાઇ શિવાજીભાઈ રાણા (૨૫)ને ચાર થી પાંચ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે મારવામાં આવ્યો હતો જેથી કરીને બંને ઇજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા કરી રહ્યા છે

વધુમાં ઇજાગ્રસ્ત શિવાજીભાઈના દીકરા નિતેશ રાણા સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, તે એસટીકા સિરામિકની બાજુમાં આવેલા બીજા કારખાનામાં કામ કરે છે અને ત્યાંથી તે કામ ઉપરથી પાછો આવ્યો હતો ત્યારે તેઓના ખાટલા ઉપર ચાર પાંચ શખ્સો બેઠા હતા જેને ખાટલા ઉપરથી ઉભા થવા માટે થઈને કહ્યું હતું ત્યારે તેણે તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરીને ગાળો આપી હતી જેથી કરીને પંકજે તેને ગાળો આપવાની ના પાડતાં પંકજ અને તેના પિતા શિવાજીભાઈને લાકડાના ધોકા વડે માર માર્યો છે તેવું હાલમાં તેણે જણાવ્યું છે જેથી પોલીસે મારામારીના આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા શાંતિલાલ હરજીભાઈ હાજીપરા (૩૮) નામનો યુવાન મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે મોરબી નજીકના ભરતનગર ગામથી ખોખરા હનુમાન તરફ જતા રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસએ જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

વાહન અકસ્માત

મોરબી થી માળીયા તરફ જવાના રસ્તા ઉપર લક્ષ્મીનગર ગામ પાસે ઓવરબ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક લઈને જઈ રહેલા અફઝલ મહમદભાઈ માંજોઠી (૪૨) નામના યુવાન ટ્રક લઈને જતો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી તેને ઇજા થતાં ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News