મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત


SHARE













મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી ટિંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો  બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને હડફેટે લેતા અજાણ્યા ૨૫ વર્ષના યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાડા રોડ ઉપર રહેતા દેવાતકા જયાબેન વાલજીભાઈ (૭૩) નામના વૃદ્ધા વાવડી રોડ ઉપર ચાલતી રામકથામાંથી બાઇકમાં પાછળ બેસીને પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે બાઈક ખૂટીયા સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધાને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના જૂના નાગડાવાસ ગામે રહેતા વિક્રમભાઈ મિયાત્રાનો (૧૩) વર્ષનો દીકરો શ્યામ તેના પિતાના બાઇકની પાછળના ભાગમાં બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં શ્યામ મીયાત્રાને ઇજા થવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી રહી છે






Latest News