મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે બાઈકે ટક્કર મારતા ઇજા પામેલ બાળક સારવારમાં


SHARE













મોરબીના ઘૂટું ગામે બાઈકે ટક્કર મારતા ઇજા પામેલ બાળક સારવારમાં

મોરબીના ઘુટુ ગામે ત્રણ વર્ષમાં બાળક શેરીમાં રમતો હતો ત્યારે ત્યાંથી નીકળેલા બાઇકના ચાલકે તે બાળકને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાળકને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા શીવાભાઈ કલોતરાનો ત્રણ વર્ષનો દીકરો નિલેશ ઘર પાસે શેરીમાં રમતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી જેથી કરીને તેને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબી નજીકના આમરણ ગામે રહેતા રસીદા મોહમ્મદ કોરડીયા (૬૦) નામના વૃદ્ધા વાડીએ કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામગીરી દરમિયાન કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા તાત્કાલિક ફિરોજભાઈ તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

સાપ કરડી ગયો

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા સલોબેન કરસનભાઈ રાઠોડ (૫૦) નામના મહિલા પોતાના ઘરે હતા અને ઘરે કામ કરતા હતા દરમિયાન તેને સાપ કરડી જતા તેઓને તેનો દીકરો દિનેશ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News