મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડાનાયણી ગામે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મહિલાનું મોત


SHARE













વાંકાનેરના કોટડાનાયણી ગામે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મહિલાનું મોત

વાંકાનેરના કોટડાનાયાણી ગામે આવેલ માતાજીના મઢે મહિલાને ઝેરી જીવડું કરડી ગયો હતો જેથી કરીને તે મહિલાને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં વેલનાથ પરા શેરી નં. ૧૬-૧૮ ના ખૂણે રહેતા પૂજાબેન ગોપાલભાઈ માણસુરીયા (૪૧) વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે આવેલ માતાના મઢે દર્શન કરવા માટે થઈને આવ્યા હતા ત્યારે ત્યાં કોઈ ઝેરી જીવડું કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના લાઈન્સનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ પંડ્યા (૩૦) નામના યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે






Latest News