મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલા શખ્સનાં ચાર દિવસના રિમાન્ડ  મંજૂર: વધુ એકની ધરપકડ


SHARE













મોરબી નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલા શખ્સનાં ચાર દિવસના રિમાન્ડ  મંજૂર: વધુ એકની ધરપકડ

મોરબીના લાલપર ગામે મકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ૧૯.૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત ૧,૯૪,૦૦૦ સહિત કુલ મળીને ૨.૮૦ લાખનો મુદ્દામાલ  કબજે કર્યો હતો જે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના લાલપર ગામે હાલમાં રહેતા મૂળ રાજસ્થાનના રહેવાસી હકીમ રોડાજી આકી જાતે અજમેરીના રહેણાંક મકાનમાં માદક પદાર્થ પાવડર હોવાની હક્કિત આધારે રેડ કરીને પોલીસે મેફેડ્રોનનો જથ્થો ૧૯.૪૦ ગ્રામ જેની કિંમત ૧,૯૪,૦૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી હકીમ રોડાજી આકી જાતે અજમેરી (પર) રહે. હાલ લાલપર વાળાની ધરપકડ કરેલ હતી અને તેની પાસેથી કુલ મળીને ૮૫,૦૦૦ રોકડા અને અન્ય મુદામાલ મળીને પોલીસે ૨,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોનદરવાને સોપવામાં આવી છે જેથી કરીને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીના ચાર દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ કેસની તપાસ કરતાં અધિકારી સોનદરવા અને તેના રાઇટર  ભવિનભાઇ પાસેથી મળેલ માહિતી મુજબ આ ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપી જીતેન્દ્ર રામજીભાઈ પ્રજાપતિ જાતે કુંભાર (૩૯) રહે. ત્રાજપર ચાર રસ્તા એસ.આર.પંપ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૩૦૪ મોરબી વાળાની ધધરપકડ કરેલ છે






Latest News