મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

દેશમાં પિનથી લઈને પ્લેન બનાવતું એક માત્ર રાજ્ય ગુજરાત છે: મંત્રી જગદીશ વિશ્વકર્મા


SHARE













દેશમાં પિનથી લઈને પ્લેન બનાવતું એક માત્ર રાજ્ય ગુજરાત છે: મંત્રી જગદીશ વિશ્વકર્મા

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીભવ્ય કાર્યક્રમનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું છે ત્યારે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ(તમામ સ્વત્રંત હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રમોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) હાજર રહ્યા હતા અને તેઓએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને કહ્યું હતું કે, દેશમાં પિનથી લઈને પ્લેન બનાવતું એક માત્ર રાજ્ય ગુજરાત છે અને આગામી દિવસોમાં હજુ પણ મોરબી અને ગુજરાતમાં કરોડો રુપિયાનું નવું રોકાણ આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

હાલ સમગ્ર રાજ્યમાં ગ્લોબલ સમિટઅન્વયે વાઇબ્રન્ટ ગુજરાતકાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટકાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે યોજાયેલા 'વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમ અન્વયે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાન્યુઆરી, ૨૦૨૪ માં થનાર વાઇબ્રન્ટ સમિટ પૂર્વે વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે મોરબી ખાતે 'વાઇબ્રન્ટ મોરબી' કાર્યક્રમ યોજાયો છે. વિશ્વભરના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' ની વર્ષ ૨૦૦૩ માં  શરૂઆત કરી હતી જો કે, 3T -ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન ગુજરાતમાં વધુ મજબૂત બનાવવું છે વધુમાં કહ્યું હતું કે, મોરબીના સિરામિકનું ગ્લોબલ સિરામિક માર્કેટ ૨૩૯.૫ બિલિયન ડોલર છે. મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેનું વાર્ષિક ટર્નઓવર ૬૦,૦૦૦ કરોડનું છે. આ જિલ્લો આજની તારીખે ૮ થી ૧૦ લાખ લોકોને રોજગારીઓ પૂરી પાડે છે. માત્ર સિરામિક જ નહીં પરંતુ ઘડિયાળ, વોલ કલોક, ગીફ્ટ આર્ટીકલ, પેપર મિલ વિગેરે ઉદ્યોગ પણ અહી ધમધમે છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જો કે, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ ઉદ્યોગને કનડતા પ્રશ્નો મંત્રીને જણાવ્યા હતા આ કાર્યક્રમમાં મંત્રીની હાજરીમાં અંદાજે ૧૭૦૦ કરોડના પાંચ જુદાજુદા એમઓયુ કરવામાં આવ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કલેકટર જી.ટી. પંડ્યા, સહિતના હાજર રહ્યા હતા






Latest News