મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ડમ્પર નીચે માથું કચડાઈ જવાથી વૃદ્ધનું મોત


SHARE













મોરબીના લાલપર પાસે ડમ્પર નીચે માથું કચડાઈ જવાથી વૃદ્ધનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે શ્યામ હોટલની સામે રસ્તા ઉપરથી બાઇક લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે તેના બાઈકને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે ડમ્પરના બંને ટાયરમાં વૃદ્ધનું માથું આવી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લીલાપર ગામે રહેતા મહેશભાઈ ભૂદરભાઈ દેત્રોજા જાતે પટેલ (૪૫) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૩ બીડબલ્યુ ૮૮૩૭ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના પિતા ભૂદરભાઈ અમરશીભાઈ દેત્રોજા જાતે પટેલ (૭૦) રહે. લીલાપર વાળા મોરબી નજીકના લાલપર ગામ પાસે શ્યામ હોટલ સામે રોડ ઉપરથી બાઈક નંબર જીજે ૩૬ કયું ૭૪૯૦ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળા ડમ્પરથી ફરિયાદીના પિતાના બાઇકને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતાનું માથું ડમ્પરના બંને ટાયરની વચ્ચે આવી જતા માથું કચડાઈ જવાથી તેને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હોય હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના બગથળા ગામે રહેતા પ્રવીણભાઈ દેવજીભાઈ ચાવડા (૪૨) નામનો યુવાન બાઈક લઈને બગથળા તરફ જતો હતો ત્યારે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે રસ્તા ઉપર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં તે યુવાનને ડાબા પગે અને માથાના પગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી કરી રહ્યા છે

મારામારી
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં રહેતા બેચરભાઈ દલાભાઈ પરમાર (૫૮) નામના વૃદ્ધને મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ વિરાટનગર નજીક બ્રિલિયન્ટ સિરામિકમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર કરી રહ્યા છે






Latest News