મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મિત્રએ નવો મોબાઈલ લેતા નાસ્તો કરવા જતાં સમયે અકસ્માતમાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરમાં મિત્રએ નવો મોબાઈલ લેતા નાસ્તો કરવા જતાં સમયે અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેરમાં યુવાને નવો મોબાઈલ લીધા બાદ મિત્રો સાથે નાસ્તો કરવા માટે ચાર યુવાનો કારમાં જતાં હતા ત્યારે કાર ટ્રકમાં પાછળના ભાગે ઘૂસી ગઈ હતી જેથી કાર ચલાવી રહેલ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનની સામે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે રહેતા શાહરુખભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચ જાતે મુસ્લિમ (૨૩)એ હાલમાં કાર ચાલક મૃતક સમીરભાઈ અનવરભાઈ સરવદી (૨૪) રહે. ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ તથા અમીન અલીભાઈ ભાણું, અહેમદ અનવરભાઈ ભાણું રહે. બંને ભાટિયા સોસાયટી વાંકાનેર તથા મૃતક સમીરભાઈ અનવરભાઈ સરવદી ચારેય વ્યક્તિઓ કાર નંબર જીજે ૨૧ એકયું ૬૮૪૫ લઈને અમીને નવો મોબાઈલ લીધો હોવાથી નાસ્તો કરવા માટે વાંકાનેર નજીક કેરાળાના બોર્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રક નંબર જીજે ૩૬ ટી ૧૯૫૨ માં કારચાલક સમીરે પાછળથી કાર અથડાવી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સમીરને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને કારમાં બેઠેલ ફરિયાદી સહિતના ત્રણ વ્યક્તિને ઇજા થવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને મૃતક યુવાનની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


બાળક સારવારમાં
ટંકારા તાલુકાના ઘુનડા ગામે ખીમાં બાપાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ નાયકાનો ચાર વર્ષનો દીકરો કાર્તિક વાડી વિસ્તારમાં હતો ત્યારે ત્યાં તેને વીંછી કરડી જતા તે બાળકને ઝેરી અસર થઈ હતી જેથી તાત્કાલિક તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડાએ કરી હતી

મહિલા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે વાડી વિસ્તારમાં રહેતા રીનાબેન ચંદુભાઈ ભીલ (૩૫) નામની મહિલા વાડી વિસ્તારમાં હતી ત્યારે સાપ કરડી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે






Latest News