મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

માનવતા મરી પરવારી !: મોરબીમાં બે દિવસની બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં છોડીને પરિવારજનો નાસી ગયા


SHARE













માનવતા મરી પરવારી !: મોરબીમાં બે દિવસની બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં છોડીને પરિવારજનો નાસી ગયા

વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જે કિસ્સો હાલમાં મોરબીમાં સામે આવેળ છે જેમાં વાંકાનેર તાલુકાના જેતપરડા ગામેથી બે દિવસની બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક બાળકીના માતા-પિતા સહિતના જે કોઈ ત્યાં આવ્યા હતા તે ત્યાંથી ચાલ્યા ગયા હતા જેકેજેથી પોલીસે મૃતક બાળકીના પરિવારજનોને શોધવા માટેની કવાયત હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામેથી બે દિવસની બાળકી નારંગીબેન સુનિલભાઈ કુણીપાને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જોકે, બાળકીનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના માતા-પિતા સહિતના જે કોઈ પરિવારજનો તેની સાથે મોરબી આવ્યા હતા તે બાળકીના મૃતદેહને ત્યાં છોડીને ચાલ્યા ગયા છે જેથી કરીને હાલમાં બાળકીના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખીને બાળકીના પરિવારજનોને શોધવા માટેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

વૃધ્ધને માર માર્યો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવમ સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જોરુભા ભૂરૂભા જાડેજા (૭૮) નામના વૃદ્ધને મંથનશાહ અને વૈશાલી પટેલ નામના બે વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે ઘર પાસે મૂકવામાં આવેલની એઠવાડની કુંડી સાથે કાર અથડાતા કુંડી તૂટી ગઈ હતી જે બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ વૃદ્ધને બે વ્યક્તિઓએ માર મારતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર રહેતા દિનેશભાઈ રમેશભાઈ દેત્રોજા (૩૮) નામનો યુવાન ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકની આડે ભૂંડ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા દિનેશભાઈ દેત્રોજાને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતનો બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે






Latest News