મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઇન્સ્ટગ્રામમાં વિડીયો મૂકીને ગાળો-ધમકી આપનાર શખ્સ ઝડપાયો


SHARE













મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઇન્સ્ટગ્રામમાં વિડીયો મૂકીને ગાળો-ધમકી આપનાર શખ્સ ઝડપાયો

મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્યને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને બેફામ ગાળો આપીને ગર્ભિત ધમકી આપવામાં આવી છે જેથી કરીને આ વિડીયો ધ્યાન ઉપર આવતા ભાજપના કાર્યકર દ્વારા હાલમાં વિડીયો અપલોડ કરનાર શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મોરબી એસઓજીની ટીમે આરોપીને સોનગઢ બોર્ડર પાસેથી હસ્તગત કર્યો છે અને આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીની અવની ચોકડી પાસે આવેલ અમૃત વાટિકા સોસાયટીમાં રહેતા જયદીપભાઇ મનસુખભાઈ દેત્રોજા જાતે પટેલ (૩૭)એ થોડા દિવસો પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને મહેશભાઈ બોરીચાની સામે ફરિયાદ નોંધાવી હતી કે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને મહેશ બોરિચા નામના શખ્સ દ્વારા બેફામ ગાળો આપવામાં આવી રહી છે જે વિડિયો તેઓના ધ્યાન ઉપર આવતા તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપના કાર્યકર હોય તેમણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાજપના ધારાસભ્યને સોશિયલ મીડિયાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ ઉપર વિડીયો મૂકીને બેફામ ગાળો આપીને ગર્ભિત ધમકી આપનારા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી. પંડ્યા અને તેની ટીમના માણસૂરભાઈ આહીર તથા આશીફભાઈ ચણકીયાને બાતમી મળી હતી કે આરોપી મહેશભાઈ બોરિચા સોનગઢ બોર્ડર પાસે છે જેથી ત્યાં જઈને આરોપી મહેશભાઇ ભૂપતભાઇ કાનડા જાતે બોરીચા આહીર (૩૯) રહે. લીલપર રોડ પાંજરાપોળની સામે ન્યુ પ્રજાપત સોસાયટી વાળાને સોનગઢ બોર્ડર પાસેથી હસ્તગત કરીને મોરબી બી ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે

બાળકી-મહીલા સારવારમાં
ટંકારા તાલુકાના ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા પરિવારની આશાબેન અમરશીભાઈ ચૌહાણ નામની નવ માસની બાળકી રમતા રમતા કોઈ અજાણી દવા પી જતા તેણીને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી આ અંગે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.તેમજ હળવદના કડીયાણા ગામે રહેતા રતનબા અર્જુનસિંહ ઝાલા નામના ૨૨ વર્ષીય મહિલા કોઈ અજાણી દવા પી ગયા હોય તેઓને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરાતા પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ કર્યા બાદ બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં આ બાબતે જાણ કરવામાં આવી હતી.






Latest News