મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રીએ પુલીયા સાથે કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત: ત્રણને ઇજા


SHARE







વાંકાનેર બાઉન્ડ્રીએ પુલીયા સાથે કાર અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત: ત્રણને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઓનેસ્ટ હોટલની સામેના ભાગમાં પુલીયા સાથે થોડા સમય પહેલા કાર અથડાઈ હતી અને ત્યારે કાર ચાલક સહિત કારમાં બેઠેલા ચાર વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી કરીને હાલમાં ઇજા પામેલા વ્યક્તિના પત્નીએ કારના ચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માણેકવા સોસાયટી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા વર્ષાબેન હિતેશભાઈ પટેલ (૫૭) નામના મહિલાએ હાલમાં કાર નંબર જીજે ૭ ડીએ ૫૪૯૯ ના ચાલક અલ્પેશભાઈ રમણભાઈ પટેલ રહે. હાલ સુરત પીપલોદ રોડ મૂળ રહે. નવાગામ તાલુકો કપડવંજ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૯/૯/૨૦૨૩ ના રાતના દોઢેક વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઑનેસ્ટ હોટલ નજીકથી આરોપી પોતાના હવાલા વાળી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમાં ફરિયાદીના પતિ હિતેશભાઈ કેશવજીભાઈ પટેલ, નિલેશભાઈ ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી અને હિંમતભાઈ રેવાભાઇ પરમાર બેઠેલા હતા દરમિયાન તે કાર રોડ સાઈડના પુલિયા ઉપર ભટકાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પતિ હિતેશભાઈ કેશવજીભાઈ પટેલનું મોત નીપજયું હતું તેમજ નિલેશભાઈ, હિંમતભાઈ અને કાર ચાલક અલ્પેશભાઈને ઇજાઓ થયેલ હતી જેથી તે તમામને સારવારમાં લઈને આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલ વ્યક્તિના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને ત્રાસ

મોરબીના રોટરીનગર લક્ષ્મીનગરની બાજુમાં હાલમાં માવતરના ઘરે રહેતા ચંપાબેન ઈશ્વરભાઈ આંબલીયાએ તેના પતિ ઈશ્વરભાઈ કેશુભાઈ આંબલીયા અને સાસુ વનીતાબેન કેશુભાઈ આંબલીયા રહે. બંને માળિયા વનાળીયા સોસાયટી વાળાની સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાની-નાની વાતમાં ઝઘડા કરીને મેણાં ટોણાં મારીને તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News