મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ટ્રકમાં દાળના બાચકાની આડમાં લઈ જવાતી ૧૨૮૪ બોટલ દારૂ સાથે બે પકડાય


SHARE









ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ટ્રકમાં દાળના બાચકાની આડમાં લઈ જવાતી ૧૨૮૪ બોટલ દારૂ સાથે બે પકડાય

મોરબી જીલ્લામાં ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ટ્રક પસાર થતો હતો તેને રોકીને પોલીસે ચેક કરતાં મગદાળ, મસુરદાળના બાચકાની આડમાં લઈ જવાતા ૧૨૮૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે શખ્સોની ૪,૨૦,૩૦૦ ના દારૂ અને ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ ૧૪,૩૦,૩૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

મોરબીને એલ.સી.બી.ના પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઈ એન.બી.ડાભી તેમજ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી હકિકત મળેલ હતી કે ટાટા ટ્રક નંબર આરજે ૧૯ જીબી ૯૬૩૬ વાળી મોરબી તરફથી ટંકારા તરફ જાય છે જે ટ્રકમાં પ્લાસ્ટીક બાચકાની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે જેઠ ઈયા ટ્રકને ટંકારા રાજકોટ હાઇવે રોડ ખીજડીયા ચોકડી નજીક આવેલ છાપરી હોટલ પાસે રોકીને ચેક કરતા મસુરદાળ તથા મગદાળના પ્લાસ્ટીકના બાચકાની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ ૧૨૮૪ બોટલો મળી હતી જેથી પોલીસે ૪,૩૦,૩૦૦ દારૂ અને બે મોબાઇલ તથા ટ્રક મળીને કુલ કી.રૂ .૧૪,૩૦,૩૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી છોટારામ પુનારામ હુકમારામ ચૌધરી જાટ રહે. બાવળી તરડોફી ઢાણી, તા.બાવળી રાજસ્થાન અને પરમારામ રીડારામ ગોદારા જાતે જાટ રહે. બાવળી ગોદારાકી ઢાણી, તા.બાવળી રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દીપારામ હુડા જાતે જાટ રહે. જોધપુર રાજસ્થાન નું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા અને ભરતભાઇ મિયાત્રાએ કરી હતી




Latest News