મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં લવ જેહાદ ? : મુસ્લિમ યુવાને કર્યુ સગીરાનું અપહરણ


SHARE













મોરબીમાં લવ જેહાદ ? : મુસ્લિમ યુવાને કર્યુ સગીરાનું અપહરણ

મોરબી શહેરી વિસ્તારમાં અગાઉ અનેક વખત સગીરાઓ તથા યુવતીઓના અપહરણ થયાના બનાવો સામે આવ્યા છે અને તેમાં અમુક કિસ્સાઓમાં વિધર્મી મુસ્લિમ યુવાનો દ્વારા સગીરા કે યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેમના અપહરણ કરવામાં આવ્યા હોય તેવા કિસ્સા સામે આવી ચૂક્યા છે તેવો જ એક વધુ બનાવ મોરબીમાં સામે આવ્યો છે જેમાં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરીને લઇ જવામાં આવી છે જે બાબતે ભોગ બનેલ સગીરાના માતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ શખ્સ સામે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દિકરીનું લગ્ની લાલચ આપીને મોરબી વિસીપરામાં આવેલ રોહિદાસપરા ચાર ગોડાઉન નજીક રહેતો સાહિલ અલ્યાસ કટિયા જાતે મિંયાણા નામનો શખ્સ ગત તા.૯-૧૦ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પરીવારના કાયદેસરના વાલીપણામાંથી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી ગયેલ હોય આ બાબતે ભોગ બનનાર સગીરાની માતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ પીઆઇ હકુમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતો અને રીક્ષા ચલાવવાનું કામકાજ કરતો અજય રવજીભાઈ ચાવડા નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર બેટરીમાં ભરવાનું એસિડ યુક્ત પાણી પી ગયો હતો.જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે.તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે અજયભાઈ પરિણીત છે અને તે રિક્ષા ચલાવવાનું કામકાજ કરે છે.દરમિયાનમાં ગઈકાલે તેઓએ ઉપરોક્ત પગલું ભરી લેતા હાલ તેને સારવારમાં રાજકોટ ખસેડાયા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા રૂખસદબેન જાવેદભાઈ શેખ (ઉમર ૩૨) અને શફરભાઇ અહમદભાઈ શેખ (ઉમર ૫૪) નામની બે વ્યક્તિઓને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ ચાવડા દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News