મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા મહાઅભિયાનનો ૧૫ ઓક્ટોબરથી પ્રારંભ: કલેક્ટર


SHARE













મોરબી જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા મહાઅભિયાનનો ૧૫ ઓક્ટોબરથી પ્રારંભ: કલેક્ટર

૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા એજ સેવાઅભિયાન ચલાવવામાં આવનાર છે. આ સ્વચ્છતા એજ સેવાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી બે માસ દરમિયાન જનભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશહાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છતા એજ સેવાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન વિશે વાત કરતા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા એજ સેવાઅંતર્ગત રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, ગ્રામીણ કક્ષા, નગરપાલિકા, મહાનગરપાલિકા વગેરેનો આ અભિયાનમાં સમાવેશ થઈ જાય. મોરબી જિલ્લામાં આ કાર્યક્રમનો ૧૫મી ઓક્ટોબરથી આપણે શુભારંભ કરીશું અને ત્યારબાદ ૨ માસ સુધી આ અભિયાન હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવશે. ૧૫ ઓક્ટોબરના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસસ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પર સાફ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાની કોર્ટ સંકુલ, પોલીસ વિભાગ, મામતલદાર વગેરે અલગ-અલગ કચેરીઓમાં સફાઇ ઝુંબેશનો આયોજન કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં જે કચરાના ઢગલા પડેલા હોય તે કચરાના ઢગલા ઉપાડવા અને ત્યાં ફરીથી કચરાના ઢગલા ન થાય તે માટેનું આયોજન કરવામાં આવનાર છે.

નદી પટમાં સફાઈ કરવાની છે અને સફાઈ કર્યા બાદ હંમેશા ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટેનું આયોજન કરવાનું છે. નગરપાલિકામાં કે ગ્રામ પંચાયતમાં જે સાધનો ઉપલબ્ધ નથી તે સાધનો માટે આગોતરૂં આયોજન કરી આ સાધનો આવી જાય અને તમામ સફાઈ કર્મીઓને યોગ્ય સાધનો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવાની છે. જે બિલ્ડીંગો જૂની છે ત્યાં રીપેરીંગ કરીને રંગ રોગાનની કામગીરી પણ કરવાની છે. દિવાળી નિમિતે ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરવામાં આવશે. જાહેર ટોયલેટની સાફ સફાઈ થાય, તેની યોગ્ય જાળવણી થાય અને તેમાં નિયમિતતા જળવાઈ રહે તે માટે યોગ્ય આયોજન હાથ ધરવાનું છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જૂના બિલ્ડીંગોનો કાટમાળ જે કોઈ એક જગ્યાએ એકઠો થતો હોય તે પણ એક યોગ્ય જગ્યાએ એકત્ર થાય તેનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાની છે.ત્યારબાદ પણ અઠવાડીક કે માસિક રીતે આ કામગીરી નિયમિત જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવશે. અને આ કામગીરીમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાના હોદેદારો સહિતના ચૂંટાયેલા સભ્યો પણ જોડાશે

હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૮-૧૦-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને ત્યાં હાજર રહેવાનુ રહેશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યુ છે






Latest News