માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીકના જુના સાદુળકા પાસે યુવાને ન કરવાનું કર્યું


SHARE













મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટર યુવાને ન કરવાનું કર્યું

મોરબી તાલુકાના જુના સાદુકા ગામની સીમમાં આવેલા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના જુના સાદુકા ગામની સીમમાં હરીપર કેરાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ગ્લોરી સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રાજેશભાઈ ગોપાલભાઈ પાત્રો (૩૨) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યાં કોઈ કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને રવિન્દ્રભાઈ રજનીકાંતભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મોરબી સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આપઘાતના બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News