માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાણીના કનેક્શન માટે લાંચ લેનારા પાણી પુરવઠા વિભાગના બંને કર્મચારીના બે દિવસના રિમાન્ડ


SHARE













વાંકાનેરમાં પાણીના કનેક્શન માટે લાંચ લેનારા પાણી પુરવઠા વિભાગના બંને કર્મચારીના બે દિવસના રિમાન્ડ

મોરબી જિલ્લાના વાંકાનેરમાં પાણીના કનેક્શન માટે ધમકાવી મોટો દંડ કરી કેસ કરશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ એસીબીની ટીમે છટકું ગોઠવીને ૪૦ હજારની લાંચ લેતા પાણી પુરવઠાના બે કર્મચારીને ઝડપી લીધા હતા જે બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

મોરબી જિલ્લાના ફરીયાદી તથા તેના મિત્રએ કાછીયાગાળા સર્વે નંબરમાથી પસાર થતી ઢાંકી – સુરેન્દ્રનગરથી હડાળા-રાજકોટ જતી જીડબલ્યુઆઈએલ નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇનમાથી પાણીનુ કનેકશન લીધેલ હતું જે બાબતે આરોપીઓએ ફરીયાદીને બોલાવીને બન્ને કનેકશન દુર કરાવી ફરીયાદીને કનેકશન બાબતે અવારનવાર રૂબરૂ બોલાવીને તેઓ ઉપર કેસ કરીને બંનેને દશ-દશ લાખનો દંડ કરાવશે અને તેઓની જમીન ઉપર બોજો આવશે તેવો ડર બતાવ્યો હતો અને કેસ નહી કરવાના ફરિયાદી સહિત બંને પાસેથી ૧,૫૦,૦૦૦ ની માંગણી કરી હતી જો કે, એકના ૫૦,૦૦૦ લેખે બંનેને એક લાખ આપવાના નક્કી કર્યા હતા ત્યાર પછી ફરીયાદીને અવાર નવાર ફોન કરીને બોલાવી ફરીયાદીના મિત્રનો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરીને લાંચની માંગણી કરી હતી જેથી કરીને ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને બાદમાં છટકુ ગોઠવીને આરોપી સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા સંધી (૩૫) નોકરી લાઇન મેઇન પાણી પુરવઠા સુરેન્દ્રનગરમાં અગીયાર માસના કરાર આધારીત રહે. ખેરવા તાલુકો વાંકાનેર અને હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયા પટેલ (૨૫) નોકરી ધરતી એન્જીનિયરીંગમાં મેન્ટેનન્સ સુપરવાઇઝર રહે. હાલ કુવાડવા પાણી પુરવઠાના હેડ વર્ક્સના ક્વાર્ટરમાં મુળ રહે. અમરેલી લાઠી રોડ વ્રુદાવન પાર્ક બી-૫૧. વાળાને લાંચના નાણા ૪૦,૦૦૦ લેતા પકડી લીધેલ હતા જે બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના એટ્લે કે તા ૧૩ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી એસીબીની ટીમે આગળની તપાસ તજવીજ શરૂ કરી હતી

અક્સમાતમાં ઇજા
જૂનાગઢના બિલખા ખાતે રહેતા કૂમીબાઈ નામના મહિલા તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના નવાગામથી લખધીનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે રસ્તો ખરાબ હોવાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે

અક્સમાતમાં ઇજા
હળવદ તાલુકાના નાના દેવડીયા ગામે રહેતો પ્રકાશ ગોવિંદભાઈ નાયક નામનો યુવાન જીકિયારી ગામથી ગોકુળિયા ગામ તરફ જવાના ગાડા માર્ગ ઉપરથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક ઉપરથી નીચે પડી જવાના કારણે પ્રકાશભાઈ નાયકને ઈજાઓ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News