મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેન્ડ-ટંકારા બસ સ્ટેશનમાં સ્વચ્છતા માટેના ભીંતસૂત્રો લખાયા


SHARE









મોરબીના નવા બસ સ્ટેન્ડ-ટંકારા બસ સ્ટેશનમાં સ્વચ્છતા માટેના ભીંતસૂત્રો લખાયા

મોરબી શહેરી વિસ્તારમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરી 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનનો શુભારંભ કરવામાં આવનાર છે. ત્યારે લોકોને જાગૃત કરવા તેમજ મહત્તમ જન ભાગીદારીથી અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે નવા  બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી અને બસ સ્ટેન્ડની દીવાલો પર લોકોને સફાઈ માટે પ્રેરિત કરતા વિવિધ ભીંતસૂત્રો લખવામાં આવ્યા હતા. આવી જ રીતે ટંકારા બસ સ્ટેન્ડમાં પણ સફાઈ કરવામાં આવી હતી અને ટંકારાના બસ સ્ટેન્ડની દીવાલો પર લોકોને સ્વચ્છતાનો સંદેશ આપતા ભીંત સૂત્રો લખવામાં આવ્યા હતા. ત્યારે “મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ”, “સ્વચ્છતા જાળવો”, “સ્વચ્છતાને વેલકમ અને ગંદકીને બાય બાય” સહિતના સૂત્રો લખવામાં આવ્યા હતા




Latest News