મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સાયકલને હડફેટે લઇને વૃદ્ધનું મોત


SHARE









મોરબીના લખધીરપુર રોડે સાયકલને હડફેટે લઇને વૃદ્ધનું મોત

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ ખોડીયાર કોમ્પલેક્ષ સામે રસ્તા ઉપરથી સાયકલ લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની સાયકલને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને વૃદ્ધને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લાલપર ગામે રામજી મંદિર પાસે રહેતા ભીખુભાઈ ઉર્ફે ભાવિનભાઈ રમેશભાઈ પીશાવાડીયા જાતે સુથાર (૨૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૧૨ એઝેડ ૯૪૨૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ખોડીયાર કોમ્પલેક્ષની સામેથી તેઓના પિતા રમેશભાઈ જેઠાભાઈ પીસાવાડીયા (૭૫) સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલાકે તેઓની સાયકલને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમા ફરિયાદીના પિતાને માથા, મોઢા અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નિપજયુ હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય હાલમાં મૃતક આધેડ ના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતો દિનેશ અમરશીભાઈ ચૌહાણ (૪૨) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પ્રાથમિક તપાસ હરેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ યુવાને કયા કારણોસર ઝેરી દવા પીધી તે અંગેની આગળની તપાસ હળવદ પોલીસ કરશે

માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શિવપાર્કમાં રહેતા દિલીપસિંહ શામજીભાઈ સોઢા (૨૫) નામના યુવાનને રંગપર ગામ પાસે આવેલ સીએનજીના પંપ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News