માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૦ જુગારી પકડાયા


SHARE

















મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૦ જુગારી પકડાયા

મોરબી, વાંકાનેર અને માળીયા તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ૧૦ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સહિતનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી છે

વાંકાનેર તાલુકાના રંગપર ગામે રાઘવભાઇની દૂધની ડેરી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિલીપભાઈ મોટભાઈ ખાચર, ભરતભાઈ ખીમજીભાઇ વાઢેર, રવુભાઇ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઇ કાલીયા અને કનુભાઈ નકુભાઈ ખાચર જુગાર રમતા મળ્યા હતા અને પોલીસે તેઓની પાસેથી ૨૭૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ દ્વારા ત્યા રેડ કરવામાં આવી હતી ત્યારે ચલણી નોટના આધારે જુગાર રમતા સાહિલભાઈ ઇબ્રાહીમભાઇ મેમણ, અશ્વિનભાઈ બચુપરી ગોસ્વામી અને મનજીભાઈ મોહનભાઈ ચાવડા જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા તાલુકાના કુતાસી ગામે કોળીવાસમાં દશામાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે માળીયા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી બાબુભાઈ સાદુરભાઈ સોઢીયા, કરશનભાઇ  મગનભાઈ પરસોડા અને મહાદેવભાઇ શામજીભાઈ બાબરીયા જુગાર રમતા મળ્યા હતા માટે પોલીસે તેઓની પાસેથી ૫૨૫૦ ની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂનો આથો

માળિયા તાલુકા પોલીસ દ્વારા હરીપર ગામની સીમમાં આવેલ ઇન્ડિયન ઓઇલના વેર હાઉસની પાછળના ભાગમાં બાવળની ઝાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ત્રણ બેરલની અંદર ૬૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં ૧૨૦૦ રૂપિયાના મુદ્દામાલને કબજે કરેલ છે અને આ દેશી દારૂ બનાવવા માટેનો આથો સમસુદિન જાનમહંમદભાઇ સામતાણી (ઉંમર વર્ષ ૨૮) રહે, રાખોડિયા વાંઢ વિસ્તાર વાળાનો હોવાનું સામે આવ્યુ હોય તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે




Latest News