મોરબીના ટીંબડી ગામ પાસે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
વાંકાનેરની જીવાદોરી મચ્છુ ડેમ-1 ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા નવા નીરનાં વધામણાં કરાયા
SHARE









વાંકાનેરની જીવાદોરી મચ્છુ ડેમ-1 ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા નવા નીરનાં વધામણાં કરાયા
(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનો જળ સ્ત્રોત મચ્છુ 1 ડેમ ઓવર ફ્લો થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા શ્રીફળ વધેરી પુષ્પો અર્પણ કરી નવાં નીરનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં.
વાંકાનેર શહેર વિસ્તારમાં ઓછો વરસાદ છતાં ઉપરવાસનાં ધોધમાર વરસાદને પગલે જાલસિકા પાસે આવેલ મચ્છુ 1 ડેમ ઓવર ફ્લો થતાં સમગ્ર વાંકાનેર પંથકનું જળ સંકટ ટળી ગયું છે, વાંકાનેર વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે રાજકીય અગ્રણીઓ પણ નવા નીરને વધાવવા મચ્છુ ડેમ ખાતે દોડી ગયા હતાં, વાંકાનેર નાં ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાનાં પ્રતિનિધિ અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ અને ખેડૂત આગેવાન ઈરફાન પીરઝાદા, apmc ચેરમેન શકીલ પીરઝાદા, જીલ્લા પંચાયત સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી, અશ્વિનભાઈ મેઘાણી, ગુલામભાઈ પરાસરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહિલ, યુથ કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા, હાસમભાઈ બાંભણીયા સહિત કોંગ્રેસ કાર્યકરો મચ્છુ ડેમ ખાતે દોડી જઈ નવાં નીરનાં વધામણાં કર્યા હતાં
