મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૦ જુગારી પકડાયા
મોરબીના ટીંબડી ગામ પાસે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
SHARE









મોરબીના ટીંબડી ગામ પાસે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે થોડા દિવસો પહેલા વૃદ્ધને પીંડીના ભાગે કોઈ ઝેરી જનાવર કરડી જતા બેભાન હાલતમાં વૃદ્ધને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના સામાકાંઠે આવેલ પીપળી ગામ નજીક રહેતા મહાદેવભાઈ ગોવિંદભાઈ કામળેચા જાતે મરાઠા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ થોડા દિવસો પહેલા માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામે હતા ત્યાં તેઓને કોઈ ઝેરી જનાવર કરડી જતા બેભાન હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન બેભાન હાલતમાં જ મહાદેવભાઇ ગોવિંદભાઇ કામળેચા જાતે મરાઠા (૭૦) નામના વૃદ્ધનું મોત નીપજયું હતું. બનાવને પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મહિલા એએસઆઇ જે.પી.કણસાગરાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જાણવા મળી રહેલ વિગત મુજબ પગની પીંડીના ભાગે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી થોડા દિવસો બેભાન હાલતમાં સારવારમાં રહ્યા બાદ મહાદેવભાઇ મરાઠાનુ મોત નીપજ્યું હતું.
યુવતી સારવારમાં
કચ્છના રાપરમાં પાલનપુર રોડ ઉપર આવેલ સરભંગીધાર વિસ્તારમાં રહેતી લીલાબેન ગોવિંદભાઈ કરસનભાઈ જાતે દેવીપુજક નામની ૧૭ વર્ષીય યુવતીએ નદી વિસ્તારમાં આવેલ મેલડીમાતાના મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ માટે રાપર પોલીસને જાણ કરી હતી.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલા લેન્ડમાર્ક સિરામિક યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી કનુભાઇ મોહનભાઇ ચાવડા નામના ૩૫ વર્ષીય યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ જે.પી.કણસાગરાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
