મોરબી પેટા ચુંટણીને લઇને મતદાન ગણતરી સ્થળે નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે વ્યસકદિવસની ઉજવણી કરવામાં આવી
SHARE









મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે વ્યસકદિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી જિલ્લા ખાતે સ્થાયી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધદિન (વ્યસક દિન) નિમિતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધો સાથે રહીને વૃદ્ધદિનની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી તેમજ સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધોને વ્હીલચેલ, વોકર, તેમજ સ્ટિકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ આઇસીડીએસ મોરબીના સહયોગથી વૃદ્ધો માટે આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.તેમજ સિવિલ હોસ્પિટલ-મોરબીના સહયોગથી વૃદ્ધો માટે એનસીડી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા, ભરત સોલંકી, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલા, સિવિલ હોસ્પિટલના ડૉ.હિતેશભાઇ ભદ્રા (મેડિકલ ઓફિસર), સંસ્થાના સંચાલક સુષ્માબેન પટણીએ જહેમત ઉઠાવી હતી.
મંત્રી બ્રિજેશભાઈ મેરજા જિલ્લાના પ્રવાસે
શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા આવતી કાલ તા.૩-૧૦-૨૧ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.આ પ્રવાસમાં મંત્રી મેરજા તા. ૨-૧૦ ના રોજ હળવદ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે અને તા.૩-૧૦ ના રોજ જન આશીર્વાદ યાત્રાના કાર્યક્રમમાં સવારના ૮-૩૦ કલાકથી ચરાડવા, નીચીમાંડલ, મહેન્દ્રનગર ચોકડી, બેલા, જેતપર, અણિયારી ચોકડી, માળિયા(મિં.), સરવડ, મોટાભેલા, ચમનપર, રાજબાઈ મંદિર તથા શ્રીમદ રાજચંદ્ર મંદિર (વાણીયા), મોટા દહિંસરા, કબીર આશ્રમ (નાનીવાવડી) અને મોરબી શહેરની યાત્રામાં સામેલ થશે તેમ યાદીમાં જણાવાયેલ છે.
