મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે વ્યસકદિવસની ઉજવણી કરવામાં આવી
મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો
SHARE









મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી જતાં યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અને મજુરીકામ કરતા યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામના રહેવાસી અક્ષય દિનેશભાઈ નાયક નામના ૨૦ વર્ષીય અપરિણીત યુવાને તા.૩૦ ની મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નાજુક હાલત જણાતા અક્ષયને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે બનાવના પગલે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના લાતી પ્લોટ નજીક આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા રજિયાબેન સોહેલભાઈ કોરડીયા નામની ૨૮ વર્ષીય મહિલા ટંકારાથી પરત મોરબી આવતા હતા ત્યારે લજાઈ નજીક રિક્ષા પલ્ટી જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત થયા હતા જેથી કરીને રજિયાબેન સોહેલભાઈને અહિંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવતા કોંઢ ગામના રહેવાસી ગોબરભાઇ અણદાભાઈ હડીયલ નામના ૭૩ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને ખેતરેથી પરત ઘરે જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ગોબરભાઇ હડીયલને પણ અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા કિરણબેન રમેશભાઈ ઠાકોર નામની ૨૪ વર્ષીય મહિલાને તેના ઘરની પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ગત મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં કિરણબેન ઠાકોરને અહીંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા જેને પગલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
