મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૮૪૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા: બે ની શોધખોળ


SHARE





 

ટંકારાના મિતાણા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૮૪૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા: બે ની શોધખોળ

મોરબી જિલ્લા એલસીબીની ટીમને ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને વાડીની ઓરડીમાં જુગાર રમતા આઠ શખ્સોને રોકડા ૭૯,૨૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ ૮૪,૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી પડ્યા હતા

મોરબી એલસીબીના નિરવભાઇ મકવાણા તથા ભરતભાઇ જીલરીયાને મળેલ હકીકત આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમાં પરાગભાઈ વાસુરભાઇ બસીયા તથા દિપકસિંહ સજુભા જાડેજા આ બન્ને સુતલાનભાઇ તમાચીભાઇ સુધી રહે. મિતાણા વાળાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે પરાગભાઇ વાસુરભાઇ બસીયા, સંજયભાઇ ગેલાભાઇ બસીયા, સામતભાઇ પાલાભાઇ બાળા, રોહીતભાઇ વાસુરભાઇ બસીયા, જયદિપસિંહ સહદેવસિંહ જાડેજા અને દેવાયતભાઇ ગેલાભાઇ ખુંગલા રહે. બધા મિતાણા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપીયા ૭૯૨૦૦ તથા મોબાઇલ મળીને  ૮૪,૨૦૦ ના મુદામાલ સાથે છ આરોપીઓને ઝડપી લીધા હતા અને બે આરોપી દિપકસિંહ સજુભાઇ જાડેજા અને સુલતાનભાઇ તમાચીભાઇ ઠેબા જાતે સંધિ હાજર નહી મળતા તેને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે




Latest News