મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ


SHARE













મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમનો દંડ

મોરબીમાં ધંધાના વિકાસ માટે હાથ ઉછીની રૂપિયા આપેલ હતા તેની સામે ૨.૪૦ લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો જેથી કરીને ચેક રીર્ટનનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ કરેલ છે

આ કેશની હકીકત એવી છે કે, ફરીયાદી જગદીશભાઇ પ્રાગજીભાઇ ડાભીએ આરોપી શાંતિલાલ દેવકરણભાઇ કંઝારીયાને ધંધાના વિકાસ માટે હાથ ઉછીની રૂપિયા ૫,૪૦,૦૦૦ આપ્યા હતા અને આ રકમ આરોપીએ એક વર્ષમા પરત આપવાની હતી. પરંતુ આરોપીએ આ રકમ એક વર્ષમાં ફરીયાદીને પરત આપી ન હતી અને ફરીયાદીએ બાકીની હાથ ઉછીની રકમની ઉઘરાણી કરતાં આરોપીએ ફરીયાદીને ૨,૪૦,૦૦૦ નો ચેક બાકી લેણી રકમની ચુકવણી પેટે આપેલ હતો આ ચેક ફરીયાદીએ તેમના બેંક ખાતામાં જમા કરાવતા આ ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરેલ જેથી ફરીયાદીએ આરોપી સામે મોરબીની કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી આ કેઇસ ચાલી જતા મોરબીની કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા .૪,૮૦,૦૦૦ નો દંડ કરેલ છે અને જો આરોપી દંડની રકમ ન ભરેતો વધુ ૬ માસની સાદી કેદનો હુકમ કરેલ છે અને જો આરોપી દંડની રકમ ભરેતો તેમાથી .૩,૧૯,૨૦૦ વળતર પેટે ફરીયાદીને ચુકવવા હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી વતી મોરબીના સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News