મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના લિંબાળામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની માતાને યુવતીના પિતાએ માર માર્યો


SHARE







વાંકાનેરના લિંબાળામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની માતાને યુવતીના પિતાએ માર માર્યો

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતી મહિલાના દીકરાએ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના પિતાને તે સારું નહીં લાગતા તેણે મહિલાને ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા શારદાબેન જાદવભાઈ સીતાપરા જાતે કોળી (ઉમર ૪૦) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા રહે. લિંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાએ આરોપી શંકરભાઈની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ છે જે તેઓને સારું નહીં લાગતા આરોપીએ ગામની સહકારી દૂધની ડેરી પાસે તેઓ હતા ત્યારે ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઇજા કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.

રીક્ષા પલ્ટી જતા ઇજા

મોરબીના પંચાસર રોડ પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો આ બનાવમાં અખ્તરભાઈ ગનીભાઈ સેવંગીયા (ઉંમર ૪૦) રહે.વાંકાનેર દરવાજા પાસે મોરબી વાળાઓને ઇજાઓ થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કર્યા બાદ બનાવની જાણ પોલીસમાં કરાતા પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના કુબેરનાથ રોડ ઉપર રહેતા મહેબૂબભાઈ દાઉદભાઈ કાજી નામના ૫૪ વર્ષીય આધેડ સાયકલ લઈને જતા હતા ત્યારે તેઓ સાયકલ સહિત નીચે પડી જતા ઇજા પામતા સારવાર માટે તેઓને પણ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.






Latest News